“બંને હિપમાં એટલો તીવ્ર દુખાવો હતો કે જીવન એકદમ અટકી ગયું હતું. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી દરેક ક્ષણે પીડા અનુભવી . ચાલવું, બેસવું, સીડી ચડવી – બધું દુખદ બની ગયું હતું. એક સમયે તો એવું લાગ્યું કે હવે હું કદી સામાન્ય રીતે ચાલી શકીશ નહીં. દુખાવાના કારણે મને મારી નોકરી પણ છોડવી પડી, અને એ સાથે આત્મવિશ્વાસ પણ તૂટી ગયો.

ઘણા ડૉક્ટરો બતાવ્યા, પણ કોઈ સ્થાયી ઉપાય મળ્યો નહીં. પછી એક મિત્રએ મને ડૉ. હિતેશ કુકડિયા વિશે જણાવ્યું – કે કેવી રીતે તેમણે અનેક દર્દીઓને દુખાવામુક્ત જીવન આપ્યું છે. હું પ્રથમ મુલાકાતે જ ડૉ. સાહેબનો વિશ્વાસ અને સહાનુભૂતિથી પ્રભાવિત થઇ . તેમણે મારી સ્થિતિ સમજાવી, અને ધીરજપૂર્વક સમજાવ્યું કે  હિપ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કેવી રીતે મને ફરી ચાલવા લાયક બનાવી શકે છે.

આ નિર્ણય લેવું મારા માટે મોટું પગલું હતું, પરંતુ ડૉ. કુકડિયાના વિશ્વાસભર્યા શબ્દો અને તેમના અનેક સફળ કેસો જોઈ મેં હિંમત કરી. બીજા જ દિવસ થી હું ચાલવા લાગી . આજે તો હું સવારે સાયકલ ચલાવું છું, સાંજે ફરવા જાઉં છું અને ઘરનાં બધાં કામ સ્વયં કરું છું.

જે જીવન એક સમયે દુખ અને નિરાશાથી ભરેલું હતું, આજે તે ઉત્સાહ અને ખુશીથી ભરાઈ ગયું છે.
હવે મને લાગે છે કે ડૉ. હિતેશ કુકડિયા માત્ર સર્જન નહીં, પરંતુ મને નવી જીંદગી આપનાર દેવદૂત છે.

જો તમે પણ હિપ કે જોઇન્ટના દુખાવાથી પીડાતા હો, તો નિરાશ ન થશો. યોગ્ય ડૉક્ટર, યોગ્ય માર્ગદર્શન અને વિશ્વાસ – આ ત્રણ શબ્દો તમારી દુનિયા બદલી શકે છે.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply